Home> India
Advertisement
Prev
Next

આખરે શિવસેનાએ સ્વીકારવું પડ્યું, રાષ્ટ્રીય સ્તરે PM મોદીનો કોઈ વિકલ્પ નથી

શિવસેના (Shivsena) ના મુખપત્ર સામનામાં એકવાર ફરીથી પીએમ નરેન્દ્ર મોદી (Narendra Modi) અને કેન્દ્ર સરકાર પર નિશાન સાધવામાં આવ્યું. સંપાદકીયમાં વર્ષ 2019ની રાજકીય ઘટનાઓ પર ટિપ્પણી કરવામાં આવી છે. જો કે સંપાદકીયમાં એમ પણ કહેવાયું છે કે પીએમ મોદીનો રાષ્ટ્રિય સ્તરે કોઈ વિકલ્પ નથી. 

આખરે શિવસેનાએ સ્વીકારવું પડ્યું, રાષ્ટ્રીય સ્તરે PM મોદીનો કોઈ વિકલ્પ નથી

નવી દિલ્હી: શિવસેના (Shivsena) ના મુખપત્ર સામનામાં એકવાર ફરીથી પીએમ નરેન્દ્ર મોદી (Narendra Modi) અને કેન્દ્ર સરકાર પર નિશાન સાધવામાં આવ્યું. સંપાદકીયમાં વર્ષ 2019ની રાજકીય ઘટનાઓ પર ટિપ્પણી કરવામાં આવી છે. જો કે સંપાદકીયમાં એમ પણ કહેવાયું છે કે પીએમ મોદીનો રાષ્ટ્રિય સ્તરે કોઈ વિકલ્પ નથી. 

સંપાદકીયમાં લખ્યું છે કે વીતેલા વર્ષમાં જે પણ થયું, તે મહત્વપૂર્ણ છે. લોકસભામાં જીતનારા મોદી-શાહ વિધાનસભાના અખાડામાં પરાસ્ત થયા. ખાસ વાત એ રહી કે મહારાષ્ટ્ર જેવું મોટું રાજ્ય તેમણે ગુમાવી દીધુ. ટોપી ઘુમાવનારા અને આપેલા વચનો તોડનારા પોતે તૂટ્યા, આવું વિતેલા વર્ષમાં થયું. 

ભારતમાતાની જય બોલનારા જ ભારતમાં રહી શકશે: કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન

સંપાદકીયમાં કહેવાયું છે કે દેશમાં રાજકીય સ્થિરતા છે પરંતુ જબરદસ્ત અસ્વસ્થતા છે. અશાંતિ જાણે સમાજમાં ઉછાળા મારી રહી છે. સમગ્ર દેશમાં આગ લાગી છે પરંતુ ભધુ ઠીક ઠાક છે એવો વડાપ્રધાન મોદી અને ગૃહ મંત્રી અમિત શાહનો મત છે. બહુમત હોવા છતાં જ્યારે દેશ અશાંત હોય ત્યારે શાસકોએ આત્મચિંતન કરવું જોઈએ. 

fallbacks

સંપાદકીયમાં લખવામાં આવ્યું છે કે જઈ રહેલા વર્ષે શું વાવ્યું અને નવા વર્ષને શું આપશે તે ચર્ચા કરવી હાલ રોકવી જોઈએ. શાસક ખોટું બોલે છે. જનતાને સીધા ફસાવે છે તેઓ પોતાની ખુરશી ટકાવી રાખવા માટે કોઈ પણ સ્તર સુધી જઈ શકે છે. 

મન કી બાત: દેશના યુવાઓને અરાજકતા પ્રત્યે નફરત-પીએમ મોદી 

જતા વર્ષમાં લોકસભા ચૂંટણી થઈ. જેમાં મોદીના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટી જીતી પરંતુ આ જ વર્ષે થયેલી 3 વિધાનસભા ચૂંટણીઓમાં હરિયાણાને બાદ કરતા ભાજપે મહારાષ્ટ્ર અને ઝારખંડ જેવા બે રાજ્યો ગુમાવ્યાં. વિધાનસભા ચૂંટણીમાં લોકોએ સ્થાનિક પક્ષો માટે મતદાન કર્યું. જ્યારે રાષ્ટ્રીય પક્ષો બીજા સ્થાને પહોંચ્યાં. આમ છતાં કોંગ્રેસ જેવી પાર્ટીને આ રાજ્યોમાં સફળતા મળી. 

'પીએમ મોદીનો કોઈ વિકલ્પ નથી'
સંપાદકીયમાં લખ્યું છે કે રાષ્ટ્રીય સ્તરે જો કે આજે મોદીના નેતૃત્વનો કોઈ વિકલ્પ નથી. 2019માં રાહુલ ગાંધીના વિકલ્પને જનતાએ સ્વીકાર્યો નહીં. એટલે પીએમ મોદી માટે એકવાર ફરીથી જબરદસ્ત મતદાન થયું. વિરોધીઓમાં એકજૂથતા નથી અને સર્વસામાન્ય નેતા પણ નથી. જેનું પરિણામ એ આવ્યું કે કોંગ્રેસ લોકસભામાં 60 બેઠકો પણ મેળવી શકી નહીં. 

જુઓ LIVE TV

આમ છતાં વિધાનસભાની ચૂંટણીઓમાં મતદારોએ કોંગ્રેસને પૂરી રીતે નકારી નથી. લોકોને મજબુત વિપક્ષ જોઈતો હતો. મધ્ય પ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્રમાં તેઓ ભાજપ તરીકે છે. આજે મધ્ય પ્રદેશ અને રાજસ્થાન જેવા રાજ્યોમાં કોંગ્રેસ સત્તામાં છે. તો ઝારખંડ અને મહારાષ્ટ્રમાં કોંગ્રેસ મજબુત સત્તા સહયોગી છે. ખાસ વાત એ છે કે મહારાષ્ટ્રમાં શિવસેનાના નેતૃત્વમાં જે સરકાર  બની છે તેમાં કોંગ્રેસ છે. આ બદલાવ ઢળતા વર્ષમાં જોવા મળ્યો. 

સંપાદકીયમાં એનસીપી ચીફ શરદ પવારના પણ વખાણ કરવામાં આવ્યાં છે. જેમાં લખ્યું છે કે ઢળતા વર્ષમાં શરદ પવારનું નેતૃત્વ ઉભરી આવ્યું. 80 વર્ષના આ રાજકીય યોદ્ધાએ મહારાષ્ટ્ર જેવું રાજ્ય ભાજપના હાથમાં જવા દીધુ નહીં. તથા શિવસેનાની મદદથી કોંગ્રેસને સાથે લઈને આઘાડીની સરકાર સ્થાપિત કરી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

ભારતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More